EDએ ઝારખંડના રાંચીમાં કેટલીક જગ્યાએ દરોડા પાડીને કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ (પર્સનલ સેક્રેટરી) સંજીવ લાલના નોકરના ઘરે EDએ રોકડ જપ્ત કરી છે. સુત્રો અનુસાર, 30 કરોડ રૂપિયા રોકડ મળી હોવાનું અનુમાન છે.
કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લૉન્ડરિંગ કેસમાં ફેબ્રુઆરી 2023માં ઝારખંડના ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર કે.રામની ધરપકડ કરી હતી. EDનું માનવું છે કે આ કાળી કમાણીનો ભાગ છે. કેટલાક દિવસ પહેલા જ પીએમ મોદી જ્યારે ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમની રેલીના કેટલાક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાંથી મોટી સંખ્યામાં રોકડ મળી છે.