ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે વડાપ્રધાન મોદીએ વહેલી સવારે સાડા સાત વાગ્યે મતદાન કર્યુ હતુ અને તેની સાથે રોડ શો પણ કર્યો હતો. તેમના ચહેરા પર પ્રચંડ આત્મવિશ્વાસ છલકાતો હતો. તેની સાથે તેમણે ગુજરાતીઓને મતદાન કરવાની અને મતપેટી છલકાવી દેવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એટલું મતદાન કરો કે અગાઉના બધા રેકોર્ડ તૂટી જાય.
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં મતદાન કર્યું હતું. આ માટે પીએમ મોદી ગુજરાત સોમવારે રાત્રે આવી પહોંચ્યા હતા અને રાજભવનમાં રાત્રીરોકાણ કર્યા બાદ વડાપ્રધાન મોદી મંગળવારે રાણીપની નિશાન સ્કૂલ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાનની સુરક્ષા માટે સુરક્ષા ભાગરુપે ત્યાં સોમવારે SPG અને રાણીપ પોલીસ દ્વારા શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું હતું.