વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન કર્યું. મતદાન કરતા પહેલા PM મોદી જ્યારે જનમેદનીમાં ઉભેલ એક વૃદ્ધ વ્યક્તિ પાસે પગપાળા ગયા અને તેમના ચરણ સ્પર્શ કર્યા. મતદાન મથક પર ઉભેલા આ વ્યક્તિને દેશના વડાપ્રધાન મતદાન કરતા પહેલા ચરણ સ્પર્શ કરતા તમામને કૌતુક થયું હતું. લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સંપૂર્ણ દૃશ્ય કેમેરામાં કેદ થયું હતું. અને ટીવી પર પણ લોકો દેશના વડાપ્રધાનની આ નમ્રતા જોઈ દંગ થઈ ગયા થયા હતા. આ વૃદ્ધ વ્યક્તિના આર્શીવાદ લીધા બાદ PM મોદીએ કેન્દ્રની બહાર ઉભેલા કેટલાક લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા.






