લોકસભા ચૂંટણી વચ્ચે ફરી એક વખત પુલવામા આતંકી હુમલા અને બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇકની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને તે પછી પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ પુલવામા હુમલાને ઇન્ટેલિજન્સ ફેલિયર ગણાવતા કહ્યું કે ભાજપે સર્જિકલ સ્ટ્રાઇકનો રાજકીય ફાયદો ઉઠાવ્યો હતો.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, “પુલવામા હુમલો IB અને ઇન્ટેલિજન્સનો ફેલિયર હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર કઇ કર્યું નથી, તે બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. સર્જિકલ સ્ટ્રાઇકનો ભાજપે ફાયદો ઉઠાવ્યો છે.” તેલંગાણાના મુખ્યમંત્રીએ પુલવામા હુમલા બાદ થયેલી બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા છે. રેવંત રેડ્ડીએ કહ્યું, “સર્જિકલ સ્ટ્રાઇક થઇ પણ હતી કે નહતી થઇ, અમને ખબર નથી. કોઇને તેના વિશે ખબર નથી.