AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન અને મારપીટના મામલામાં એક નવો વીડિયો સામે આવ્યો છે. આ 32 સેકન્ડનો વીડિયો પણ 13 મેનો છે. વીડિયોમાં પોલીસકર્મી સ્વાતિ માલીવાલને CM હાઉસમાંથી બહાર લઈ જતા દેખાય છે. અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારે AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન અને મારપીટના મામલામાં માલીવાલ વિરુદ્ધ FIR નોંધાવી છે.
તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે સ્વાતિ માલીવાલ જબરદસ્તીથી સીએમ આવાસમાં ઘૂસી હતી અને જ્યારે તેમને રોકવામાં આવી ત્યારે તેણે હોબાળો મચાવ્યો હતો અને સ્ટાફને ગાળો સંભળાવી હતી. પોલીસ શુક્રવારે સાંજે 6.30 વાગ્યે સ્વાતિ સાથે મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી, જેથી તેઓ જાણી શકે કે 13 મેના રોજ શું થયું હતું. આ પછી તે સાંજે 7:10 વાગ્યે બહાર આવ્યા. આ પછી તેણે એક્સ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે સીએમ હાઉસની અંદરના સીસીટીવી સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસે જોયું કે સોફા ક્યાં છે. જેના પર સ્વાતિ માલીવાલ બેઠી હતી. ત્યાંથી ટેબલ કેટલું દૂર હતું? આરોપી બિભવ ક્યાંથી આવ્યો? લડાઈ ક્યાં થઈ? કેવી રીતે મારપીટ થઈ અને કેવી રીતે ધક્કો મારવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળના ફોટો અને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ સાથે ફોરેન્સિક ટીમે સ્વાતિ માલીવાલ દ્વારા ઉલ્લેખિત સ્થળોએથી પણ સેમ્પલ લીધા હતા. આ દરમિયાન પોલીસે સીએમ આવાસના સ્ટાફની પૂછપરછ કરી હતી. પોલીસે એ પણ શોધી કાઢ્યું કે ઘટનાના દિવસે (13 મે) કોણ કોણ હાજર હતું. વીડિયોગ્રાફી અને તપાસ બાદ પોલીસ રાત્રે 2.15 વાગ્યે સીએમ આવાસની બહાર આવી હતી. બિભવ કુમારે સ્વાતિ વિરુદ્ધ ચાર પાનાની ફરિયાદ નોંધાવી હતી.