સુપ્રીમ કોર્ટે કલમ 370 પર પોતાના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરનારી અરજીઓને ફગાવી દીધી છે. જેમાં તેમણે બંધારણની કલમ 370ને રદ કરવાના કેન્દ્ર સરકારના 2019ના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. જમ્મૂ અને કાશ્મીરને કલમ 370નો વિશેષ દરજ્જો મળેલો હતો.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને એએસ બોપન્નાની પાંચ જજોની પીઠે સમીક્ષા અરજીઓને એવું કહેતા ફગાવી દીધી કે 11 ડિસેમ્પર 2023ના રોજ અપાયેલા નિર્ણયમાં કોઈ ખામી નથી.
બંધારણમાં જમ્મૂ કાશ્મીરથી સંબંધિત કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. પોતાના ચુકાદા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ચુકાદાને યથાવત રાખ્યો હતો અને બંધારણની કલમ 370 હટાવવાને યોગ્ય માની હતી. આ પહેલા કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મૂ કાશ્મીરથી સંબંધિત બંધારણની કલમ 370ને રદ કરી દીધી હતી. આ નિર્ણય વિરૂદ્ધ 23 અરજીઓ દાખલ થઈ હતી. જેના પર સુપ્રીમ કોર્ટમાં 16 દિવસ સુનાવણી ચાલી અને સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બર 2023એ સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.