અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા ISIના ચાર આતંકીઓની ગુજરાત ATSએ 6 દુભાષિયા સાથે રાખીને પૂછપરછ શરૂ કરી છે. આ ચારેય આતંકીઓની અલગ અલગ પૂછપરછ કરવા આવી અને તેમના ફોનની પણ તપાસ કરવામાં આવી, જેમાં ATSને મહત્ત્વના પુરાવા મળ્યા છે. કેન્દ્રીય એજેન્સી, તામિલનાડુ અને શ્રીલંકાની પોલીસ તપાસમાં જોડાઈ
આ ચારેય આતંકવાદીઓને ISI દ્વારા 4 મહિનાની જિહાદી ટ્રેનિંગ આપવામા આવી હતી. ફેબ્રુઆરી મહિનાથી ટ્રેનિંગ ચાલતી હતી અને આત્મઘાતી હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો. ટ્રેનિંગ બાદ આ ચારેય આતંકવાદીઓ ભારતમાં આત્મઘાતી હુમલો કરવા આવ્યાં હતા. ચાર પૈકી બે આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે. આતંકી મોહમ્મદ નુસરથ ગોલ્ડ સમગ્લિંગ કરેછે. મોહમ્મદ ફારીસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે. આતંકી મોહમ્મદ રસદીન શ્રીલંકામાં પાંચ કેસ નોંધાઈ ચૂક્યા છે.
આ આતંકીઓની પૂછપરછમાં ગુજરાતમાં ISIનો સ્લીપર સેલ સક્રિય હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS દ્વારા સ્થાનિક વ્યક્તિની શોધખોળ અને તપાસ શરૂ કરવામાં આવી છે. આતંકીઓની મદદ માટે નાના ચિલોડા ખાતે 3-4 દિવસ પહેલા હથિયાર મુકવામાં આવ્યા હતા. ATS નાના ચિલોડા આસપાસના CCTV કેમેરા ચેક કરવાની શરૂઆત કરવામાં આવી છે. સાથે અન્ય રાજ્યમાં પણ તપાસ શરૂ કરાઈ છે. આ સમગ્ર કેસમાં ગુજરાત ATS સાથે ભારત સરકારની કેન્દ્રીય એજેન્સીઓ, તામિલનાડુ ATS અને શ્રીલંકાની પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. તામિલનાડુ ATSની એક ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. આ સાથે અન્ય રાજ્યોની પોલીસ પણ તપાસમાં જોડાશે.