રાજ્યમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે, ગરમીને લઈને હવામાન વિભાગે સુરતમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે ત્યારે બીજી તરફ સુરતમાં છેલ્લા 24 કલાકમાં ગરમીને કારણે 10ના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, અચાનક બેભાન થયા બાદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. 10માંથી 1નું મોત હીટસ્ટ્રોકના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય અન્ય મૃતકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.