મૌલવી દ્વારા હિન્દુ સંગઠનોના નેતાઓને આપવામાં આવેલી ધમકીના પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતા નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં પકડાયેલા ચારેય આરોપીઓ પૈકી નવા ખુલાસા સામે આવી રહ્યા છે. વધુ એક આરોપી અશોક ઉર્ફે અબુબક્કર ઝડપાયા બાદ પાકિસ્તાન સાથેના તેના કનેક્શન ખૂબ જ મહત્વના સામે આવી રહ્યા છે. જેના કારણે ક્રાઈમ બ્રાન્ચને આ પ્રકરણની અંદર તપાસ કરવા માટેની નવી કડીઓ મળી રહી છે.
આજથી આશરે બે વર્ષ પહેલા સોશિયલ મીડિયામાં યુ-ટ્યુબ ઉપર અવાર ના પાકિસ્તાનના મૌલાના તારીક જમીલ તથા ઝાકિર નાઈકનો વીડિયો જોતો હતો. જેથી ઈસ્લામ પ્રત્યે આકર્ષાયા બાદ લિન્ક્ડ ઈન મારફતે ગ્રાફિક ડિઝાઈનર્સ તથા એન્ડ્રોઈડ ડેવલોપર્સનુ કરતા લોકોનો કોન્ટેક્ટ કરવાનુ શરૂ કરતા. પોતે ઈકરા રીયાઝ, રમોના ડિઝાઈનર, અલીના ટીચર, હાર્દ આયેસા ટીચર, અદિના ઈકબાલ, તાહીરા ખાનુમ, માહિ, હનિયા, યમીમા, મન્તસા ફરહીન વગેરે જેટલી પાકિસ્તાની મહિલાઓના સંપર્કમાં આવ્યા. આ પાકિસ્તાની મહિલાઓ પૈકી ઈકરા રીયાઝ નામની મહિલા સાથે વોટસએપ ઉપર વધુ સંપર્કમાં રહી ઈસ્લામ ધર્મ વિશે વધુ જાણકારી મેળવતા. ઓનલાઈન 22થી 25 વખત કલમા પઢાવી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવી અશોક સુથારને નવુ મોહમદ અબુબકર કાદરી નામ આપ્યું હતુ.