રાજ્યમાં ગરમીનો પાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે કે 26 મે બાદ ક્રમશઃ ગરમીમાં ઘટાડો થશે. તેમજ 27 થી 29 સુધી ગરમીથી લોકો રાહત અનુભવશે. તેમજ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન નોંધાશે. તેમજ 4 જૂનથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી જોવા મળશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરેધીરે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે. તો સાથે સાથે દેશમાં ઘણા ભેગોમાં પૂરની શક્યતા પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.