શેર બજારે સતત બીજા દિવસે ઈતિહાસ રચી દીધો છે. નિફ્ટી અને સ્ટોક એક્સેન્જ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા છે. નિફ્ટી પ્રથમ વખત 23,000ને પાર કરી છે. જ્યારે શેરમાર્કેટે શરૂઆતના જ 15 મિનીટમાં જ 75558ના નવા શિખર પર પહોંચ્યું છે.
શેરબજાર આજે લાલ નિશાનમાં ખુલ્યું હતું. સેન્સેક્સ 82.59 પોઈન્ટ ઘટીને 75,335.45ના સ્તરે અને નિફ્ટી 36.90 પોઈન્ટની નબળાઈ સાથે 22930 પર ખુલ્યો હતો. જોકે, આ ઘટાડો લાંબો સમય ટકી શક્યો નહીં અને નિફ્ટીએ ઈતિહાસ રચીને 23 હજારની સપાટી વટાવી દીધી. જ્યારે ગુરુવારે એટલે કે ગઈકાલે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ વધીને 75400ને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી 22993 સુધી પહોંચી ગયો હતો.