હિંમતનગર-શામળાજી હાઈવે પર ગામડી પાસે અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા યુવાનનું મોત નિપજ્યુ હતું જેને લઈને ગામડીના ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામા આવ્યો જે બાદ ગાંભોઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવે પર ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. તો બીજી તરફ પોલીસને પણ રોષનો સામનો કરવો પડ્યો છે.
સાબરકાંઠાના હિંમતનગર- શામળાજી નેશનલ હાઇવે 8ના ગામડી પાસે ચક્કાજામ વાળો મામલો વધુ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ટોળાએ ઉશ્કેરાટમાં DySpની કારને સળગાવવાની ઘટના પણ સામે આવી છે. ટોળાઓ પોલીસ કાફલાની ચાર કારના પણ કાચ ફોડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલસ પર પથ્થરમારો પણ કર્યો હતો. તો બીજી તરફ પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
ગ્રામજનોએ પોલીસની ગાડીમાં આગ લગાવી હતી.તો બીજી તરફ પોલીસને ટિયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી.વારંવાર અકસ્માત થવાના કારણે ગ્રામજનોએ બ્રિજ બનાવવા માગ કરી હતી પરંતુ બ્રિજ બનાવવાને લઈ કોઈ જવાબ નથી મળતો ત્યારે આજે ફરી એક વખત અકસ્માત સર્જાતા ગ્રામજનોએ અંતે ચક્કાજામ કર્યો હતો જે બાદ સ્થિતિ વણસી હતી.