ભારતીય ક્રિકેટ ટીમ IPL 2024 બાદ હવે ટી-20 વર્લ્ડકપની તૈયારીમાં લાગી ગઇ છે. ટીમ ઇન્ડિયા આજે રાત્રે 10 વાગ્યે મુંબઇથી દૂબઇ થઇને અમેરિકા જવા માટે રવાના થશે. ટીમ ઇન્ડિયા બે અલગ અલગ બેચમાં અમેરિકા રવાના થશે. પ્રથમ બેન્ચમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ રવાના થશે.
ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ બેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રિષભ પંત સહિતના ખેલાડીઓ રવાના થશે. હાર્દિક પંડ્યા લંડનમાં છે અને તે ત્યાથી જ ટીમ ઇન્ડિયા સાથે જોડાશે. આ સિવાય રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ પણ ટીમ ઇન્ડિયા સાથે અમેરિકા રવાના થશે. બીજી બેચમાં સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, યશસ્વી જયસ્વાલ સહિતના ખેલાડીઓ અમેરિકા જવા માટે રવાના થશે.
T20 વર્લ્ડકપ ટીમમાં સામેલ 15 ભારતીય ખેલાડી IPL 2024ની ફાઇનલનો ભાગ નથી. રાજસ્થાન રોયલ્સના ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ હવે ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામલ કોઇ પણ ભારતીય ખેલાડી IPL 2024 ફાઇનલનો ભાગ નથી. KKR તરફથી ફાઇનલ રમનારા રિન્કુ સિંહ રિઝર્વનો ભાગ છે. ટી-20 વર્લ્ડકપ 2024નો પ્રારંભ 2 જૂનથી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થવાનો છે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી આયરલેન્ડ વિરૂદ્ધ કરશે. 9 જૂને ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે ટકરાશે.