રાજ્યમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટની હવામાં વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે અન્ય બે જીલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતનાં વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર, કચ્છ સહિતનાં જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હાલ રાજ્યમાં પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમ તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે. જેથી તાપમાનમાં મહદ અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વહેલી સવારે વાતાવરણમાં કંઈક અંશે લોકોએ ઠંડકનો અનુભવ ક્યો હતો.