IRDA એ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને લઈને ઘણા મોટા ફેરફારો કર્યા છે. તેમણે પોતાના 55 પરિપત્રો પાછા ખેંચતા માસ્ટર સર્ક્યુલર બહાર પાડ્યો છે. આમાં તમામ નિયમોને એક જગ્યાએ લાવવામાં આવ્યા છે. ઈન્સ્યોરન્સ સેક્ટર રેગ્યુલેટર IRDAI એ હેલ્થ ઈન્સ્યોરન્સને સરળ બનાવવા માટે નિર્ણય લીધો છે. ગ્રાહકોને મોટી રાહત આપતા IRDAએ વીમા કંપનીઓને સૂચના આપી છે કે તેમણે 1 કલાકની અંદર કેશલેસ સારવાર અંગે નિર્ણય લેવો પડશે. ઉપરાંત, વીમા કંપનીઓએ ડિસ્ચાર્જની વિનંતી પ્રાપ્ત કર્યાના 3 કલાકની અંદર મંજૂરી અંગે નિર્ણય લેવાનો રહેશે.
આમાં સૌથી મોટો ફેરફાર ક્લેમ પ્રક્રિયાને લઈને કરવામાં આવ્યો છે. માસ્ટર સર્ક્યુલર મુજબ, કોઈ પણ સંજોગોમાં પોલિસી ધારકને ડિસ્ચાર્જ માટે હોસ્પિટલમાં રાહ જોવી જોઈએ નહીં. કોઈ પણ સંજોગોમાં કંપનીઓએ 3 કલાકની અંદર મંજૂરી આપવી પડશે. જો આનાથી વધુ વિલંબ થશે તો વધારાનો ખર્ચ વીમા કંપનીએ ચૂકવવો પડશે.