લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને અંતિમ તબક્કામાં શનિવારેના રોજ 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 3 કેન્દ્રીય મંત્રી આરકે સિંહ, રવિશંકર પ્રસાદ અને અનુરાગ ઠાકુર મેદાનમાં છે. 4 કલાકારો કંગના રનૌત, રવિ કિશન, પવન સિંહ, કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, વિક્રમાદિત્ય સિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાતમા તબક્કાની ચૂંટણીમાં 904 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 809 પુરૂષ અને 95 મહિલા ઉમેદવારો છે. આ તબક્કામાં સૌથી ધનિક ઉમેદવાર હરસિમરત કૌર બાદલ છે, જે પંજાબના ભટિંડાના ઉમેદવાર છે. તેમની પાસે 198 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 2019માં, આ બેઠકોમાંથી ભાજપ મહત્તમ 25, TMC 9, BJD 4, JDU અને અપના દળ (S) 2-2, JMM માત્ર 1 બેઠક જીતી શક્યું હતું. પંજાબને કારણે કોંગ્રેસને 8 સીટો મળી હતી.