અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની 29મી મેથી શરૂ થઈ ગઈ છે. બુધવારે તમામ મહેમાનો માટે ઇટાલીના પાર્લેમોમાંવેલકમ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તમામ મહેમાનો ક્રુઝમાં સવાર થયા અને તેમની જર્ની શરૂ કરી. હવે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીના કેટલાક અંદરના વીડિયો અને તસવીરો સામે આવી છે. પ્રથમ દિવસે યોજાયેલી સ્ટારી નાઈટ પાર્ટીમાં દક્ષિણ આફ્રિકાના ડીજે બ્લેક કોફીએ પરફોર્મ કર્યું હતું. બીજું પર્ફોર્મન્સ અમેરિકાના લોકપ્રિય ગ્રુપ બેક સ્ટ્રીટ બોયઝનું હતું. આ ફંક્શનમાંથી રણવીર સિંહની તસવીરો પણ સામે આવી છે.
અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની સેલિબ્રિટી એસેન્ટ ક્રૂઝમાં થઈ રહી છે. આ ક્રૂઝ 29 મેના રોજ પાલેર્મોથી રવાના થઈ છે, જે 4380 કિલોમીટરની મુસાફરી કરીને દક્ષિણ ફ્રાન્સ પહોંચશે.