ઓઇલ માર્કેટિંગ કંપનીઓના દેશોમાં લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા રાહત આપી કિંમતમાં ઘટાડો કર્યો છે. આજે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે અને 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. પરંતુ ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ મોંઘવારીના મોરચે એક રાહત મળી છે. દેશમાં 1 જૂન, 2024થી એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો છે. IOCLની વેબસાઈટ અનુસાર, 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો કરીને તેને ઘટાડી દેવામાં આવી
એલપીજી સિલિન્ડરની નવી કિંમતો 1 જૂન 2024થી લાગુ કરી દેવામાં આવી છે. જોકે, આ વખતે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરાયેલા નવીનતમ ફેરફારો બાદ, 1 જૂનથી દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 69.50 રૂપિયા, કોલકાતામાં 72 રૂપિયા, મુંબઈમાં 69.50 રૂપિયા અને ચેન્નઈમાં 70.50 રૂપિયા સસ્તો થયો છે.