એક્ઝિટ પોલ અને સટ્ટાબજારે તો ગુજરાતમાં ભાજપ હેટ્રીક કરશે તેવા અનુમાન વ્યક્ત કર્યા છે પણ કોંગ્રેસને વિશ્વાસ છે કે, આ વખતે ગુજરાતમાં ખાતું ખુલશે.લોકસભા ચૂંટણી 2024ના પરિણામ 4 જૂને જાહેર થશે ગુજરાતમાં પણ ભાજપનો દાવો છે કે ત્રીજી વખત ભાજપ 26માંથી 26 બેઠકો જીતીને ક્લિન સ્વિપ કરશે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓને ચાર બેઠકો પર જીત મેળવવાનો વિશ્વાસ છે.
ગુજરાતમાં આ વખતે ભાજપ 26માંથી 26 બેઠકો જીતી શકે તેમ નથી. જોકે, ગુજરાત ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદીને મત આપ્યો છે. વિકાસની રાજનીતી પર વિશ્વાસ રાખ્યો છે. ભાજપ હેટ્રીક કરશે તેમાં બેમત નથી. ક્ષત્રિય આંદોલનની કોઇ અસર થવાની નથી. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝૂમ મીટીંગ કરી ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો સાથે પરિણામને લઇને વાતચીત કરી હતી આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ઇસુદાન ગઢવીએ આશા વ્યક્ત કરી કે ઇન્ડિયા ગઠબંધન સારૂ પ્રદર્શન કરશે.