લોકસભા ચૂંટણીના પરિણામોમાં NDAના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. દેવેન્દ્ર ફડણવીસ તેમની વાત પર અડગ હોવાના અહેવાલો વચ્ચે સમગ્ર મામલે અમિત શાહની એન્ટ્રી થઈ હતી. વિગતો મુજબ અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી અને તેમને તેમના પદ પર રહેવા આદેશ આપ્યો અને તેમને સરકારમાં કામ કરવાનું ચાલુ રાખવા કહ્યું.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસ, શિવસેનાના એકનાથ શિંદે જૂથ અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મહારાષ્ટ્ર સરકારનો ભાગ છે. નોંધનિય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપે રાજ્યમાં 48માંથી 41 બેઠકો જીતી હતી પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિ નામનું નવું ગઠબંધન આ વખતે માત્ર 17 બેઠકો જ મેળવી શક્યું છે.