Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિલ્ડરને 27 કરોડ વ્યાજે આપવા કહી ડિપોઝીટના નામે 3.97 કરોડ પડાવ્યા

બિલ્ડર વિમલ ભીમાણીએ ફરિયાદ આપતાપોલીસે મુકેશ, દિલીપ અને પિતા ત્રિકમ ભીંગરાડીયા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-06-08 11:41:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના સિટીલાઇટના બિલ્ડરે ધંધા માટે વ્યાજે 27 કરોડ રૂપિયા લેવા જતાં 3.97 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. એક પણ રૂપિયા આપ્યા વિના અડાજણના સગા બે ભાઇઓ અને તેમના પિતાએ બિલ્ડર પાસેથી 15 ટકા ડિપોઝિટના નામે કરોડો ખંખેરી લીધા હતા. પિતા-પુત્રોની ઠગ ત્રિપુટીએ રૂપિયા મંદિર ટ્રસ્ટના અને રાજકારણીઓના હોવાની વાત બિલ્ડરને કરી હતી. સિટીલાઇટ એન્જલ રેસિડન્સીમાં રહેતા બિલ્ડર વિમલ ભીમાણીએ ફરિયાદ આપતા સિંગણપોર પોલીસે મુકેશ ભીંગરાડીયા, તેનો ભાઈ દિલીપ ભીંગરાડીયા અને પિતા ત્રિકમ(ત્રણેય સમુરીયા ફલેટ્સ, પાલ રોડ,અડાજણ)સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.
વેડરોડના મોબાઇલના વેપારી સિદ્ધાર્થે બિલ્ડર વિમલની ઓળખાણ બંને આરોપી ભાઇઓ સાથે કરાવી હતી. 2020માં સિદ્ધાર્થે બિલ્ડરને કહ્યું કે જો તમારે વ્યાજે રૂપિયા જોઇતા હોય તો મારી એક વ્યકિત છે. જેની પાસે મંદિરના ટ્રસ્ટના અને રાજકારણીઓએ ફેરવવા માટે આપેલા રૂપિયા છે. વિમલને બાંધકામના ધંધામાં રૂપિયાની જરૂર હતી. આથી તેણે સિધ્ધાર્થ મારફતે પાર્લે પોઇન્ટ પાસે બંને ભાઈ સાથે મુલાકાત કરી હતી. બંને આરોપીએ 1 કરોડ માટે 15 લાખ ડિપોઝીટ એડવાન્સ ની વાત કરી હતી. બિલ્ડરે 5 કરોડ માંગતા બન્ને ચીટરોએ 3 મહિનાની મુદ્દત માટે 75 લાખ ડિપોઝીટ પેટે માંગ્યા હતા. જેથી બિલ્ડરે 75 લાખ ચીટરના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ઉઘરાણી કરતા સિધ્ધાર્થએ કહ્યું કે મુકેશભાઈના ગાંધીનગરથી 15 કરોડ આવવાના છે. પછી ટોળકીએ બિલ્ડરને 10 કરોડ પછી 15 કરોડ ત્યાર બાદ 25 કરોડ અને છેલ્લે 27 કરોડ વ્યાજે આપવાનું કહી ડિપોઝીટ પેટે બિલ્ડર પાસેથી ટુકડે ટુકડે 3.97 કરોડ પડાવ્યા હતા. બિલ્ડરે રૂપિયા માંગતા આરોપીએ ઈન્દોર ખાતે રૂપિયા લેવા ગયો હોવાની વાત કરી સાથે 2 હજારની નોટના બંડલોના ફોટા પાડીને મોકલ્યા હતા. બિલ્ડરને બંને આરોપીએ વાયદો કરી બાંહેધરી કરાર લખી આપી બે ચેકો આપ્યા હતા.
મુકેશ, દિલિપ અને તેના પિતા ત્રિકમ ભીંગરાડીયાની ત્રિપુટી ટોળકીની વાતમાં આવી વ્યાજે કરોડો રૂપિયા મેળવવાના ચકકરમાં બિલ્ડર વિમલે તેની આણંદ, ઓલપાડ અને બિલિમોરામાં આવેલી પોતાની મિલકતો સસ્તામાં વેચી નાંખી હતી. ભીંગરાડીયા બંધુઓની આ ઠગ ટોળકીએ બિલ્ડર સાથે છેતરપિંડી જેવી જ રાજસ્થાનમાં પણ ચીટિંગ કરી હતી. જેમાં રાજસ્થાન પોલીસે વર્ષ 2021માં આરોપીઓ મુકેશ અને દિલીપની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Tags: builderfraud firsurat
Previous Post

સુરત : હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં 6 લોકોને ઉડાડ્યા, બેના મોત

Next Post

I.N.D.I. ગઠબંધનમાં બેઠકોનો રાઉન્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
I.N.D.I. ગઠબંધનમાં બેઠકોનો રાઉન્ડ

I.N.D.I. ગઠબંધનમાં બેઠકોનો રાઉન્ડ

મે મહિનામાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ

મે મહિનામાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.