છત્તીસગઢના નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં ડીઆરજી જવાનો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે. હજુ ઓપરેશન ચાલુ છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રુપ (DRG)ના સૈનિકોએ નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન 5 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જવાનોએ હથિયારો કબજે કર્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
નારાયણપુરના એસપી પ્રભાત કુમારે જણાવ્યું હતું કે 6 જૂનની રાતથી નારાયણપુર, દંતેવાડા, કોંડાગાંવ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પૂર્વ બસ્તર વિભાગ હેઠળના ગામ મુંગેડી, ગોબેલ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ આંતર-જિલ્લા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન, ગોબેલ વિસ્તારના જંગલમાં 7 જૂને દિવસભર પોલીસ પાર્ટી અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
સંયુક્ત આંતર-જિલ્લા નક્સલ ઓપરેશનમાં પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા છે.
તમામ માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની પણ માહિતી છે. નારાયણપુર ડીઆરજીના ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. એક ઘાયલ સૈનિકની હાલત સામાન્ય અને ખતરાની બહાર છે. નારાયણપુર, કોંડાગાંવ, દંતેવાડા, જગદલપુર જિલ્લાના DRG અને ITBPની 45મી કોર્પ્સ સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.