તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ત્યારે ગઈકાલે ગેનીબેન ઠાકોરે વાવ બેઠકના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી 13 જૂન 2024 ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું.
આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે. આથી વાવ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જેને લઇને વાવ બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2 યુવાનોમાંથી એકની પસંદગીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસ આ વખતે ઈતર સમાજના ઉમેદવાર તરીખે ગુલાબસિંહ અથવા ઠાકરશી રબારીને ચૂંટણી મેદાનમાં ઉતરશે એવું વાવ અને સમગ્ર જિલ્લાના લોકો અને કોંગ્રેસ કર્યક્રતાઓ અને નેતાઓના મુખે આ બંને માથી એક નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે
ગુલાબ સિંહ રાજપૂત : થરાદથી 2019ની પેટા ચૂંટણી જીતી બધાને ચોકાવ્યા હતા. યુવા કોંગ્રેસ અને NSUIમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીખે નેતૃત્વ કરી ચૂકયા છે. ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહના પરિવારનો વર્ષો જૂનો નાતો અને ગેનીબેનના નાના ભાઈ તરીખે માનતા હોય એમના ખુબજ અંગત અને ગેનીબેનને લોકસભાની ચૂંટણી જીતાડવામાં પણ સિંહ ફાળો ગુલાબસિંહનો હતો.
ઠાકરશી રબારી : માલધારી સમાજમાં કોંગ્રેસના જિલ્લામાં સોથી મોટા નેતા તરીખે છેલા 10 વર્ષમાં ઉભરી આવ્યા છે. ઠાકરશી રબારી જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ અત્યારે કિશાન કોંગ્રેસના જિલ્લાના ચેરમેન છે. ગેનીબેનના નાના ભાઈ તરીખે હંમેશા એમની સાથે જોવા મળે છે તેમજ પરિવારના સભ્ય તરીખે ગેનીબેનને વાવથી 2 વખત ધારાસભ્ય તેમજ લોસભા જીતાડવામાં ઠાકરશી રબારીનું મોટું યોગદાન રહ્યું છે. રબારી સમાજના મોટા આગેવાન ગોવાભાઈ રબારી કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છતાં પણ રબારી સમાજના 70 ટકા વોટ કોંગ્રેસ તરફી કરાવવામાં સફળ રહ્યા જેનાથી પાર્ટી એમને પસંગી કરી શકે છે.