આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર નડાબેટમાં યોજાઇ..જ્યાં સૌની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ યોગ કર્યા વિશ્વભરમાં આજે 10મા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર નડાબેટમાં યોજાઇ..જ્યાં 2500 લોકોએ એક સાથે યોગ કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ સૌની સાથે મળીને યોગ કર્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજના યુગમાં તણાવમુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં પતાંજલિ ઋષિએ યોગશાસ્ત્રનું સર્જન કર્યું હતું. ત્યારથી યોગની પરંપરા ચાલી આવે છે.