આજે (શુક્રવારે) અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના 5 મહિના પહેલા જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ હતી. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર બાઇડન વચ્ચે 4 વર્ષમાં બીજી વખત આ ડિબેટ થઈ.
આ ડિબેટ જ્યોર્જિયાના એટલાન્ટામાં યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ 75 મિનિટ સુધી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ટ્રમ્પ ડિબેટમાં રાષ્ટ્રપતિ બાઈડન કરતાં વધુ સમય બોલ્યા. પ્રથમ વખત, આ ડિબેટ સમય કરતાં લગભગ ત્રણ મહિના વહેલા થઈ.
પ્રેસિડેન્શિયલ ડિબેટ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ, ગર્ભપાત, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધ, રશિયા-ચીન સંબંધો, બંદૂકની હિંસા, કર, ફુગાવો, બેરોજગારી, આબોહવા પરિવર્તનના મુદ્દાઓ પર રહી છે.