ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, પંચમહાલમાં પણ આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં વરસાદી માહોલ છવાશે. હવામાન વિભાગ દ્વારા દાહોદ, રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા અગમચેતીનાં ભાગરૂપે સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા અગમચેતીનાં ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હવામાન વિભાગ દ્વારા અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ આવનારા પાંચ દિવસ માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.