કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝની ફરિયાદ પર કોલકાતા પોલીસના કમિશનર અને DCP સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે આ બંનેએ રાજભવનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.
મંત્રાલયે આ કાર્યવાહી રાજ્યપાલ સીવી આનંદ બોઝના એક રિપોર્ટના આધારે શરૂ કરી છે, જે તેમણે જૂનના છેલ્લા સપ્તાહમાં રજૂ કર્યો હતો. આ પછી 4 જુલાઈએ મમતા સરકારને કાર્યવાહી અંગેનો પત્ર મોકલવામાં આવ્યો છે. આનંદ દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટમાં CP વિનીત ગોયલ અને DCP સેન્ટ્રલ ઈન્દિરા મુખર્જી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જે રીતે કામ કરી રહ્યા છે તે એક જાહેર સેવક માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. જો કે, બંને અધિકારીઓએ કહ્યું છે કે તેઓ કોઈ કાર્યવાહીની ખબર નથી. જો કાઈ કાર્યવાહી કરવામાં આવી હોય તો પણ રાજ્ય સરકારને તેની ખબર હશે.