સુરત શહેરમાં એક ખાસ કાર જ્યારે રોડ પરથી પસાર થાય છે ત્યારે સુરતીઓ તેને જોઈ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. તેની પાછળનું કારણ છે કે, આ કારની ડિઝાઇન અન્ય કાર કરતા સંપૂર્ણપણે અલગ છે. સામાન્ય રીતે કાર સ્ટિયરિંગથી ઓપરેટ થાય છે. પરંતુ આ કારમાં સ્ટિયરિંગ જ નથી. તેમજ આ કાર સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર ચાલે છે અને 35 કિમીની સ્પીડે દોડે છે. 65 હજારના ખર્ચે વિદ્યાર્થીઓએ આ કાર તૈયાર કરી છે. આ કાર જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ શિવમ મૌર્ય, સંગમ મિશ્રા અને દિલજીત દ્વારા સુરતમાં ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર બનાવવામાં આવી છે જેમાં ટાયર અને સ્ટિયરિંગ જ નથી. માર્કેટમાં અલગ અલગ ડિઝાઇનની કાર આવતી હોય છે. પરંતુ ભવિષ્યમાં કારની ડિઝાઇન કેવી હશે તે વિચાર સાથે સુરતના ત્રણ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ માત્ર સાડા ત્રણ મહિનામાં એક એવી કાર બનાવી દીધી છે જે અત્યારસુધી ભારતમાં જોવા મળી નથી. આ ખાસ પ્રોજેક્ટ સુરતના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જે ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર પર આધારિત છે. આ સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વ્હિકલ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર બનાવવામાં આવી છે. આ કારની ડિઝાઇન તેને ખાસ બનાવે છે. આ કાર 35 કિમીની ઝડપે ચાલે છે. સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર સુધી ચાલી શકે છે.