રક્ષા મંત્રી રાજનાથ સિંહની તબિયત બુધવારે અચાનક બગડી ગઈ. આ કારણોસર તેમને એઈમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પીઠના દુખાવાની ફરિયાદ બાદ તેઓ રાત્રે 3 વાગ્યે એઈમ્સ પહોંચ્યા હતા. જ્યાં તેઓ ન્યુરો સર્જન ડો.અમોલ રહેજાની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે. AIIMSએ એક નિવેદનમાં કહ્યું કે તેમની હાલત હવે સ્થિર છે.
રાજનાથ સિંહે 10 જુલાઈએ પોતાનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન ઘણા નેતાઓએ તેમને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે આનો જવાબ પણ આપ્યો હતો. બીજેપીના અનેક નેતાઓએ તેમના નિવાસસ્થાને જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.