કોલાર નજીક શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ટ્રકે મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી. આ બસ મુસાફરો સાથે બેંગલુરુથી તિરુપતિ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી રહી છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.