મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીનાં પરિણામ જયારે સામે આવ્યા તો 11 બેઠકોમાંથી તમામ 9 ઉમેદવારોની જીત પછી NDAના મહાયુતિ ગઠબંધને માહોલ પોતાના પક્ષમાં કરી લીધો છે. તો એમવીએને ત્રણ સીટોમાંથી એક બેઠક ગુમાવવી પડી છે. ખાસ વાત એ છે કે વોટિંગમાં કોંગ્રેસ તરફથી ક્રોસ વોટિંગ સામે આવ્યું છે. કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીએ જોરદાર પ્રદર્શન કરીને ભાજપની આગેવાની હેઠળના NDAને મુશ્કેલીમાં મૂક્યું હોવા છતાં મહારાષ્ટ્ર વિધાનસભામાં શુક્રવારે યોજાયેલી MLC ચૂંટણીમાં NDAએ જંગી જીત મેળવી છે. મહારાષ્ટ્રમાં એનડીએના મહાયુતિ ગઠબંધનને 11માંથી 9 બેઠકો મળી છે, જ્યારે INDIA ગઠબંધનના ત્રણમાંથી માત્ર 2 ઉમેદવારો જીતી શક્યા છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે કોંગ્રેસના 7 થી 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે.
11 સીટો પર થયેલા વોટિંગ બાદ જ્યારે વોટની ગણતરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે ભાજપે 5 સીટો પર જીત મેળવી છે, શિવસેના શિંદે અને એનસીપી અજિત પવારના જૂથને 2-2 સીટો પર જીત મળી છે. જ્યારે INDIA બ્લોકમાંથી શિવસેના (UBT) અને કોંગ્રેસે એક-એક સીટ જીતી છે. શરદ પવારના સમર્થનમાં ઉભેલા જયંત પાટીલ ચૂંટણી હારી ગયા છે. વિધાન પરિષદની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારને 23 ધારાસભ્યોના મતની જરૂર હતી. તેમાં ભાજપના 103, શિવસેના (શિંદે જૂથ) ના 38, NCP (અજિત જૂથ) ના 42, કોંગ્રેસના 37, શિવસેના (UBT) ના 15 અને NCP (શરદ પવાર) ના 10 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
આમ, જ્યારે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો આવ્યા છે, ત્યારે NDAની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને 11 બેઠકોમાંથી તમામ 9 ઉમેદવારોની જીત બાદ ફરી એક વાર સ્થિતિને પોતાના પક્ષમાં કરી લીધી છે. બીજી તરફ એમવીએ ત્રણમાંથી એક બેઠક ગુમાવી છે. ભાજપના પંકજા મુંડે સહિત મહાયુતિના તમામ 9 ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસમાંથી પ્રજ્ઞા સાતવ પણ જીતી ગયા છે. બીજી તરફ, UBT સેના લીડ મેળવવામાં સફળ રહી અને શરદ પવાર દ્વારા સમર્થિત ઉમેદવારનો પરાજય થયો.