અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોના પોઝિટિવ છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું કે, તે આઇસોલેશનમાં રહીને કામ કરશે. એક દિવસ પહેલા જ બાઇડને કહ્યું હતું કે, જો ડોક્ટર્સ તેમને અનફિટ જાહેર કરશે તો તે રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જશે. તેમણે અમેરિકન ન્યૂઝ ચેનલ BETને આપેલા રેકોર્ડેડ ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. આ ઈન્ટરવ્યૂ 17 જુલાઈ)ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. .
એટલે કહી શકાય કે, જો આવું થશે તો કમલા હેરિસ ઉમેદવાર બની શકે અને ટ્રમ્પને પણ ફાયદો થઈ શકે છે. અમેરિકન મીડિયા CNN દ્વારા કરવામાં આવેલા પોલમાં બાઇડનની હારનો દાવો કરવામાં આવ્યો છે. મતદાન સૂચવે છે કે, કુલ 588 બેઠકોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 330 બેઠકો મળી શકે છે.
બાઇડનને તેમની ખરાબ તબિયત અને ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટે ચાલી રહેલા ટગ ઓફ વોર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, જો ડોક્ટરો મને અયોગ્ય અથવા કોઈ રોગથી પીડિત માને છે, તો તે એક સમસ્યા છે. બે અઠવાડિયા પહેલા એક્સિઓસના અહેવાલે બાઇડનની ખરાબ તબિયત પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. રિપોર્ટ અનુસાર, બાઇડન સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી જ કામ કરી શકે છે. વ્હાઇટ હાઉસના કર્મચારીઓને ટાંકીને પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, બાઇડન દિવસમાં માત્ર 6 કલાક શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે.
આ પહેલા 28 જૂને, તેમના પ્રથમ રાષ્ટ્રપતિ સંબોધનમાં બાઇડન ઘણા પ્રસંગો પર વિચાર્યા વિના બોલી રહ્યા હતા. તે ઘણી વખત લથડીયા ખાતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં હારી ગયા હતા. આ પછી નાટો સમિટ દરમિયાન બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી રાષ્ટ્રપતિ પુતિનને ફોન કર્યો હતો.
પોલમાં દાવો- ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર રવિવારે ગોળીબાર થયા બાદ અમેરિકન મીડિયા CNN દ્વારા કરવામાં આવેલા પોલમાં બાઇડનની હારનો દાવો કરવામાં આવ્યો છે. મતદાન સૂચવે છે કે, કુલ 588 બેઠકોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 330 બેઠકો મળી શકે છે. બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીએ 208 બેઠકો મેળવવાનો દાવો કર્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે 270 સીટો જીતવી જરૂરી છે. અગાઉ 2020માં બાઇડનને 306 અને ટ્રમ્પને 232 બેઠકો મળી હતી.