મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બુધવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું હતું. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. ગોળીબારમાં 12 નક્સલીઓના મોત થયા છે. આ સાથે પોલીસે મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. પોલીસે 7 ઓટોમેટિક રાઈફલ્સ સાથે ત્રણ AK47 પણ જપ્ત કરી છે.
માહિતી અનુસાર, ગઢચિરોલીથી એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી એસપી ઓપ્સની આગેવાની હેઠળ 7 C60 ટીમોને છત્તીસગઢ બોર્ડર પાસેના વંડોલી ગામમાં મોકલવામાં આવી હતી. બપોરે ભારે ગોળીબાર શરૂ થયો અને મોડી સાંજ સુધી છ કલાકથી વધુ સમય સુધી સતત ચાલુ રહ્યો. વિસ્તારમાં સર્ચ દરમિયાન અત્યાર સુધીમાં 12 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ સિવાય અત્યાર સુધીમાં 3 AK47, 2 INSAS, 1 કાર્બાઇન, 1 SLR સહિત 7 ઓટોમોટિવ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
માર્યા ગયેલા નક્સલવાદીઓમાંથી એકની ઓળખ ટીપાગઢ દલમના પ્રભારી ડીવીCM લક્ષ્મણ આત્રામ ઉર્ફે વિશાલ આત્રામ તરીકે થઈ છે. નક્સલવાદીઓની વધુ ઓળખ અને વિસ્તારની શોધખોળ ચાલુ છે. અહીં C60 ના એક PSI અને એક જવાનને ગોળી વાગી છે. તે ખતરાની બહાર છે, તેને સારવાર માટે નાગપુર મોકલવામાં આવ્યો છે.