યુપી યોગી સરકારના રાજ્યમંત્રી સોનમ કિન્નરે આપ્યું રાજીનામું, કહ્યું કે સરકારમાં બેઠેલા અધિકારીઓ કાર્યકર્તાઓનું સાંભળતા નથી, પોતે હવે સંગઠનમાં કામ કરશે. સરકાર કરતા સંગઠન મોટું છે તેમ કહેલ.
યુપી ભાજપ સરકારમાંથી આમ પ્રથમ રાજીનામું પડ્યું છે. સોનમ અખિલેશના સપા પાર્ટીને છોડી ભાજપમાં જોડાઈ હતી. શુક્રવારે રાજ્ય મંત્રી (સ્થિતિ) સોનમ કિન્નરે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે તેમનું રાજીનામું હજુ સુધી સરકારે સ્વીકાર્યું નથી.
સોનમ કિન્નર હંમેશા નોકરશાહી વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહી છે. સોનમ શરૂઆતથી જ યોગી સરકારના બુલડોઝિંગ એક્શન સામે અવાજ ઉઠાવી રહી છે.