છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ચાંદીપુરા વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ચાંદીપુરાના પોઝિટિવ કેસોની સંખ્યા 47એ પહોંચી છે. 47માંથી અત્યાર સુધીમાં 19 દર્દીઓના ચાંદીપુરાથી જ મોત થયા હોવાની પૃષ્ઠી થઈ છે. સૌથી વધુ સાંબરકાંઠામાં 6 કેસો એક્ટિવ છે. જો કે આરોગ્ય વિભાગ પણ ચાંદીપુરા વાઈરસને લઈને સતર્ક જોવા મળી રહ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા 43,414 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. જ્યારે 5,91,735 ઘરોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.