નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર કોલેજમાં બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા 9 ઓફિસરો સામે પ્રવેશ મેળવવાનો આરોપ હતો. બે વર્ષથી વધુ સમય સુધીની તપાસ બાદ તમામ ઓફિસરોને ફાઈનલ ટર્મિનેશન નોટિસ આપવા હુકમ કરવામાં આવ્યા છે.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર વિભાગમાં ફરજ બજાવતા 3 ડીવીઝનલ ફાયર ઓફિસર ઉપરાંત 5 સ્ટેશન ઓફિસર તથા એક સબ ઓફિસરને નોકરીમાંથી કાયમી ધોરણે દૂર કરવાના હુકમ કરવામાં આવ્યા છે. કોને કોને હુકમનું ફરમાન મળ્યું છે તે વિશે જાણવા મળ્યું નથી.
સૂત્રો મુજબ, અમદાવાદ ફાયર વિભાગમાં અગાઉ ફરજ બજાવતા ફાયર વિભાગના અધિકારી હાલમાં સુરત ખાતે ફરજ બજાવી રહ્યા છે તેમ જાણવા મળ્યું છે. પ્રોબેશન પરિયડ ઉપર હોવા છતાં ફાયર વિભાગના આ અધિકારીઓ ફાયર NOC આપવા માટે મોટી રકમનુ ઉઘરાણુ કરતા હોવાના આક્ષેપ અને ફરિયાદો છેક મ્યુનિસિપલ કમિશનર સુધી થવા પામી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી આપવામા આવેલી શો-કોઝને આ અધિકારીઓ પૈકી કેટલાકે કોર્ટમાં પણ પડકારી હતી.