Tuesday, March 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાયનાડ ભૂસ્ખલન: મૃત્યુઆંક 313 પર પહોંચી ગયો, 206 લોકો હજુ પણ લાપતા

અમેરિકી રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું, બચાવ ટીમની પ્રશંસા કરી : રાહુલ-પ્રિયંકા આજે પણ પીડિતોને મળશે

dharmendravaghela by dharmendravaghela
2024-08-02 11:56:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 313 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે દુર્ઘટનાના ચોથા દિવસ પછી પણ 206 લોકો હજુ પણ લાપતા છે. હવામાન વિભાગે આજે (2 ઓગસ્ટ) અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ગુરૂવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ) આ દુર્ઘટના અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે છીએ. અમે બચાવમાં સામેલ લોકોની પ્રશંસા કરીએ છીએ. બીજી તરફ ગુરુવારે વાયનાડ પહોંચેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આજે અહીં પીડિતોને મળશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી ગુરુવારે સવારે વાયનાડ પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન બંનેએ લેન્ડ સ્લાઈડ અસરગ્રસ્ત લોકો સાથે વાત કરી હતી. ચુરામાલા અને મેપ્પડી ખાતેની હોસ્પિટલ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રના શબઘરો પણ પહોંચી ગયા હતા. કેરળના મહેસૂલ મંત્રી કે રાજને ગુરુવારે કહ્યું કે, અત્યાર સુધીમાં 9328 લોકોને 91 રાહત શિબિરોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 578 પરિવારોના 2328 લોકો ચૂરામાલા અને મેપ્પડીના છે. સૌથી વધુ વિનાશ અહીં થયો હતો.

પીડિતોની મદદ માટે આગળ આવ્યા સાઉથ સ્ટાર્સ
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયએ પણ આ આપત્તિથી પ્રભાવિત લોકો માટે રાહત ફંડની જાહેરાત કરી હતી. હવે સામાન્ય લોકોની સાથે સાઉથ સિનેમાના સ્ટાર્સે પણ જરૂરિયાતમંદોની મદદ માટે સીએમ રિલીફ ફંડમાં પૈસા દાનમાં આપ્યા છે. ‘એનિમલ’ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પીડિતો અને ઘાયલોને મદદનો હાથ લંબાવ્યો છે. અભિનેત્રીએ સીએમ રિલીફ ફંડમાં 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે. રશ્મિકા ઉપરાંત, મલયાલમ અભિનેતા ફહાદ ફાસિલ અને તેની પત્ની નઝરિયા નાઝીમે પણ પીડિતોની મદદ માટે સીએમ રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરીને તમામ સ્ટાર્સ રિયલ લાઈફ હીરો બની ગયા છે.

Tags: 313 deathlandslidewayanad
Previous Post

હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર રોકેટ હુમલા

Next Post

રિલ્સ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા બાળકે કર્યો આપઘાત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE
તાજા સમાચાર

ભારતે યુએઈ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી

March 2, 2026
ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર: મોદી
તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

March 2, 2026
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલો

March 2, 2026
Next Post
રિલ્સ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા બાળકે કર્યો આપઘાત

રિલ્સ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા બાળકે કર્યો આપઘાત

6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ

મમ્‍મી-પપ્‍પા ટીવી- મોબાઈલ જોવા દેતા નથી : ફરિયાદ નોંધાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.