બાંગ્લાદેશમાં ચાલી રહેલા હંગામા વચ્ચે શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું હતું મેં હમણાં જ તેની સાથે પુષ્ટિ કરી છે અને તેણે ઢાકા છોડ્યા પહેલા કે પછી કોઈ નિવેદન આપ્યું નથી.
તાજેતરમાં જ શેખ હસીનાએ મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મને સત્તા પરથી હટાવવા માટે મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે અમેરિકા પર તેમને સત્તા પરથી હટાવવાનો આરોપ લગાવ્યો હતો. હસીનાએ કહ્યું હતું કે અમેરિકાએ તેમને સેન્ટ માર્ટિન આઈલેન્ડ ન આપવાને કારણે તેમને સત્તા પરથી હટાવવાની યોજના બનાવી હતી. તેમનું કહેવું છે કે આ ટાપુના અધિગ્રહણથી અમેરિકાને બંગાળની ખાડી પર પ્રભાવ સ્થાપિત કરવામાં મદદ મળી શકી હોત. હસીનાએ પોતાના દેશના લોકોને ચેતવણી આપતા કહ્યું કે તમે બધા કટ્ટરપંથીઓથી ગેરમાર્ગે ન પડો. ઈકોનોમિક્સ ટાઈમ્સના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે શેખ હસીનાએ પોતાના નજીકના સહયોગીઓ દ્વારા મોકલેલા સંદેશમાં આ વાત કહી છે. ઈકોનોમિક ટાઈમ્સને હસીના તરફથી આ સંદેશ મળ્યો હતો. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને પગલે શેખ હસીનાએ 5 ઓગસ્ટે પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડી દીધો હતો. તે હાલમાં ભારતમાં સુરક્ષિત જગ્યાએ રહે છે.