યુપીના લખનઉમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલા સાથે નામ અને ધર્મ બદલીને વિધર્મી યુવકે મૈત્રી કરી હતી, બાદમાં તેના પર બળજબરીથી રોજા રાખવા અને તેને પ્રતિબંધિત માંસ ખવડાવવાનો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આરોપીના પિતા અને મિત્રોએ પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, લખનૌના મોહનલાલગંજના પરસૈનીમાં રહેતા એક યુવકે પહેલા એક પરિણીત મહિલા સાથે તેનું નામ બદલીને મિત્રતા કરી અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. એટલું જ નહીં, તેણે મહિલાને રોજા રાખવા અને તેને પ્રતિબંધિત માંસ ખવડાવવાનું પણ દબાણ કર્યું. ફરિયાદ મુજબ આરોપીએ તેની સાથે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીના પિતા અને મિત્રએ પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
પીડિતાના જણાવ્યા અનુસાર 25 વર્ષીય મહિલા તેના પતિ સાથે આલમબાગમાં રહેતી હતી. તે એક ખાનગી કંપનીમાં પણ નોકરી કરતી હતી. આરોપ છે કે આ દરમિયાન અકીલ નામના વ્યક્તિએ તેનો મોબાઈલ નંબર મેળવી લીધો અને તેને અખિલ યાદવ તરીકે ઓળખાણ આપી ફોન કરવા લાગ્યો. તેણે મહિલા સાથે મિત્રતા કરી. મહિલાની ફરિયાદ મુજબ, અકીલે તેને એક દિવસ ફોન કર્યો અને તેને મળવાનું કહ્યું. તે તેને તેના ઘરે લઈ ગયો જ્યાં તેના પિતાએ મહિલા પર બળાત્કાર કર્યો. આરોપ છે કે આ પછી અકીલ તેને ભાડાના રૂમમાં લઈ ગયો જ્યાં તેના અન્ય બે મિત્રો ઈરફાન અને ઈન્તેઝારે મહિલા સાથે બળાત્કાર કર્યો. મહિલાએ કહ્યું કે જ્યારે તેણે વિરોધ કર્યો તો બધાએ તેને માર માર્યો. જોઈન્ટ કમિશનર ક્રાઈમ આકાશ કુલહારીના જણાવ્યા અનુસાર મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ ચાલી રહી છે.