કોલકાતામાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને દેશભરમાં હડતાળ પર રહેલા રેસિડેન્ટ ડોક્ટરો અને મેડિકલ સંસ્થાઓ તરફથી અલગ-અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે. જ્યારે AIIMS અને FAIMAએ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે, ત્યારે FORDAએ હડતાળ પાછી ખેંચી લીધી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત AIIMS, ઈન્દિરા ગાંધી હોસ્પિટલ અને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન સહિત અન્ય રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તબીબી કર્મચારીઓ પર હુમલાને રોકવા માટે કેન્દ્રીય કાયદો ઘડવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે . દિલ્હી AIIMSએ એક નિવેદન જારી કરીને હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે બીજી તરફ હડતાળમાં સામેલ રેસિડેન્ટ ડોક્ટરોના બે સંગઠનો તરફથી અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ જ્યાં એક તરફ FORDAએ હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી છે તો બીજી તરફ FAIMAએ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ હડતાળમાં સામેલ FORDAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આરોગ્ય મંત્રીએ બેઠકમાં પત્રમાં લખેલી તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. સેન્ટ્રલ સિક્યોરિટી એક્ટની વિનંતી મુજબ, FORDA સમિતિનો ભાગ હશે, જેના પર કામ 15 દિવસમાં શરૂ થશે. મંત્રાલય તરફથી ટૂંક સમયમાં સત્તાવાર માહિતી આપવામાં આવશે. તેથી હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે.