વિશિષ્ટ સેવા માટે 1037 જાંબાજોને મળશે ગેલેન્ટ્રી એવોર્ડ, ગુજરાતના બે પોલીસ કર્મીને પણ રાષ્ટ્રપતિ દ્વારા કરાશે સમ્માનિત
સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓ માટે 1037 કર્મીઓને વીરતા અને સેવા મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયે સ્વતંત્રતા દિવસ 2024ના પ્રસંગે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ/ ઉત્કૃષ્ટ સેવા માટે મેડલ મેળવનારાઓની યાદી જાહેર કરી છે. આ તમામને 15 ઓગસ્ટના દિવસે એવોર્ડ આપવામાં આવશે.
આ વખતે વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ (PMG) મેડલ 1ને વીરતા માટે મેડલ (GM) 213 કર્મીઓને આપવામાં આવશે. જેમાં પોલીસ સેવાને 208, ફાયર સેવાના 4, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષાને 1 મેડલ આપવામાં આવશે. વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ (PMG) તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચાદુવુ યાદૈયાને આપવામાં આવ્યું છે જેમને 25 જુલાઇ 2022માં ચોરીની ઘટનામાં વીરતા બતાવી હતી. ચેન સ્નેચિંગ અને આર્મ્સ ડીલિંગમાં સામેલ બે કુખ્યાત વ્યક્તિ ઇશાન નિરંજન નીલમન્નાલી અને રાહુલને પકડ્યા હતા. આ દરમિયાન બદમાશોએ તેમના પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેમના શરીરના વિવિધ ભાગ પર કેટલાક વાર કર્યા હતા. ગંભીર ઇજા છતા તે ચોરોને પકડવામાં સફળ રહ્યાં હતા.
વીરતા માટે 213 મેડલ (GM)માંથી 208 GM પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ જમ્મુ કાશ્મીર પોલીસના 31 કર્મી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના 17-17 કર્મી, છત્તીસગઢના 15 કર્મી, મધ્ય પ્રદેશના 12, ઝારખંડ, પંજાબ અને તેલંગાણાના 7-7 કર્મી, CRPFના 52 કર્મી, SSBના 14 કર્મી, CISFના 10 કર્મી, BSFના 06 કર્મી અને બાકી પોલીસ કર્મી અન્ય રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ અને CAPFના છે. ગુજરાતના 2 પોલીસ કર્મીને પણ રાષ્ટ્રપતિ મેડલથી સમ્માનિત કરવામાં આવશે.