ભાવનગર, તા.14
ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૪, બુધવારના રોજ મૌન રેલી તથા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર વિશેષ ઉપસ્થિતિ રહેશે.
મૌન રેલી રાત્રે ૦૮:૩૦ કલાકે સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગરથી નીકળશે અને સ્વામી લિલાશા હોલ, સિંધુનગર ખાતે સમાપન થશે અને ત્યારબાદ વિચાર ગોષ્ઠિ યોજાશે.
આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો, શહેર સંગઠનના હોદ્દેદારઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યો, તમામ વોર્ડના પ્રમુખ – મહામંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો, તમામ મોર્ચા – સેલના હોદ્દેદારો, નાગરિક બેંકના ડિરેક્ટરો, ટેલીફોન એડવાઈઝરી કમિટીના સદસ્યો, રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો, શક્તિ કેન્દ્રના પ્રભારીઓ, શક્તિકેન્દ્રના સંયોજકો, બુથ પ્રમુખ, પેજ પ્રમુખ અને કાર્યકર્તાઓ, શુભેચ્છક મિત્રો અને જાહેર જનતાને જોડાવા નિમંત્રણ અપાયું છે.