સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. સુરતના સુવાલી દરિયા કિનારેથી 5 કરોડનું અફઘાની ચરસ ઝડપાયું છે. નોંધનીય છે કે, સુરતમાં 12 ઓગસ્ટે હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત સુરતના સુવાલી દરિયા કિનારેથી 5 કરોડનું અફઘાની ચરસ મળી આવ્યું છે. હાલ તો પોલીસે બિન વારસી હાલતમાં ચરસ મળવાના કેસને લઇ દરિયા કિનારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગઈકાલે નવસારીમાં આવેલ જલાલપોરના ઓંજલ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાંથી ચરસના 50 પેકેટ મળી આવ્યા હતા. જેનું અંદાજિત વજન 60 કિલો જેટલું હતું. જેની બજાર કિંમત 30 કરોડ જેટલી આંકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડના દરિયા વિસ્તારમાંથી 13 ઓગસ્ટે ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા.12 ઓગષ્ટે વલસાડના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 11.800 કિ.ગ્રા. ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. આ અગાઉ સુરત 12 ઓગસ્ટે હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો. હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી SOG પોલીસે અઢીથી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.