સિંહનાં ટોળા જોવા હોય તો ગીરમાં જ જોવા મળે છે, પરંતું હવે ગીરગઢડા ખિલવાડ રોડ પર એકસાથે 12 સિંહોનું ટોળું રસ્તા પર જોવા મળતા વાહન ચાલકો પણ ચોકી ઉઠ્યા હતા. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
છેલ્લા ઘણાં સમયથી વન્ય પ્રાણીઓ ગીર નજીક સીમવાડી તથા ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં નીકળી જતા હોય છે. શિકાર કરી પરત સીમમાં જતાં હોય તેમ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના શિકાર માટે આવતા હોય થોડા દિવસ પહેલા આ વન્ય પ્રાણી સિંહ પરિવાર સાથે ટોળું રાત્રીના સમયે પેટ્રોલીંગમાં નીકળ્યા હોય તેમ એકસાથે 12 સિંહો રસ્તા પર જોવા મળતા હતા.
જોકે તમામ સિંહો રસ્તા પર જ ચાલતાં હતા જેથી થોડીવાર સુધી વાહનો પણ આગળ ન જઇ શક્યા અને સિંહ પરિવારે રસ્તો ખુલ્લો કર્યા બાદ સીમવાડીમાં જતાં વાહન ચાલકોએ હાશકારો લીધો હતો. સમગ્ર ઘટના વાહન ચાલકોએ મોબાઈલમાં કેદ કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.