ટોચની ભારતીય શૂટર અવની લેખારા એ શુક્રવારે પેરિસ પેરાલિમ્પિક્સ માં 10 મીટર એર રાઇફલ SH1 શૂટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે દેશબંધુ મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અવનીએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું અને પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1ની ફાઇનલમાં 249.7ના સ્કોર સાથે ટોક્યો 2020થી પોતાનો 249.6નો પેરાલિમ્પિક રેકોર્ડ બહેતર બનાવ્યો. પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. ત્રણ વર્ષ પહેલા ટોક્યો પેરાલિમ્પિક્સમાં SH1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અવની દેશની સૌથી વધુ હેડલાઈન મેળવનારી પેરા એથ્લેટ બની હતી. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ અને 50 મીટર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અવની લેખારા શુક્રવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં (SH1) ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં રહેલી દેશબંધુ મોના અગ્રવાલે પણ પાંચમું સ્થાન મેળવીને આઠ શૂટર્સની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું