ગુજરાતમાં રેસિડેન્સ ડોક્ટર્સ દ્વારા હડતાળ ચાલી રહી છે. જોકે, આ હડતાળ આખા ગુજરાતમાં માત્ર અમદાવાદમાં જ ચાલી રહી છે, ત્યારે તેને રોકવા માટે બીજે મેડિકલ કોલેજના ડીને આજે હડતાળ કરાશે, તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. એટલું જ નહીં, હડતાળ મામલે ડીને શાહીબાગ પોલીસને જાણ કરી છે. જ્યારે ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશનનો આક્ષેપ છે કે, તેમને નાપાસ કરવા તથા સસ્પેન્ડ કરવાની ધમકી અપાઈ રહી છે. સાથે પ્રતાડિત કરાતા હોવાની આક્ષેપ કરીને કહ્યું કે, અધ્યાપકો દ્વારા સર્જરી ના શીખવવી, થિસિસમાં સહી ના કરવી, પરીક્ષામાં નાપાસ કરવા તેમજ સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.
બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદના જુનિયર ડોક્ટરો સરકારના 20% સ્ટાઈપેન્ડના વધારા તેમજ 5 વર્ષ સુધીના ફીકસેશનનો સખ્ત રીતે વિરોધ કરતાં સંપૂર્ણ હડતાળનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છીએ. અમારી મુખ્ય માંગોમાં આરોગ્યમંત્રીના ઠોસ આશ્વાસન મુજબ ના સ્ટાઈપેન્ડ વધારા ઉપરાંત આવનાર દર વર્ષથી સ્ટાઈપેન્ડમાં મોંઘવારી અનુસાર વધારા માટે એક ફિક્સ પોલિસીનો અમલ કરવામાં આવે. દિવસે દિવસે વધતી મોંઘવારી, મેડિકલ કોલેજોના અસહ્ય ફી વધારા જેવા પરિબળો અમારી માંગણીઓની યોગ્યતા પુરાવે છે. અમે સમગ્ર ગુજરાતના જુનિયર ડૉક્ટરોના સહયોગથી અમારી લડત ચાલુ રાખવા કટિબદ્ધ છીએ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે. ડોક્ટરોની હડતાળ માત્ર અમદાવાદમાં જ ચાલી રહી છે, જે હડતાળ રોકવા માટે પ્રોફેસરે દ્વારા થિસિસ પર સહી ન કરી, નાપાસ કરવા તથા સસ્પેન્ડ કરવાની ધમકી આપી રહ્યા હોવાનો ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.