મુંબઈમાં કમલા મિલ્સ વિસ્તારમાં આવેલા ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં આગ લાગ્યાના સમાચાર છે. સવારે સાડા છ વાગ્યાની આસપાસ ઘટના બની હતી. ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
ટાઈમ્સ ટાવર લોઅર પરાલ વિસ્તારમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં સવારે લગભગ સાડા છ વાગ્યે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.