પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ફરી એકવાર ઝેર ઓક્યું છે. ગુરૂવારે પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચએ જુનાગઢની વાત ઉગારી છે. ભારત પર આરોપ લગાવ્યો છે કે, ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબ્જો કર્યો છે. પાકિસ્તાની પ્રેસ મીડિયા સાથે વાત કરતા મુમતાઝે કહ્યું કે, જુનાગઢ પાકિસ્તાનનો ભાગ છે અને તેના માટે પાકિસ્તાનું નીતિગત નિવેદન સ્પષ્ટ પણ છે.
પાકિસ્તારના ક્યારેય પોતાની હરકતોથી બાઝ નથી આવવાનું, વારે તહેવારે વિવાદિત નિવેદનો આપતાં રહે છે. જુનાગઢ બાબતે નિવેદન આપતા મુમતાઝએ કહ્યું કે, “જૂનાગઢને પાકિસ્તાનમાં મેળવી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાન આ મામલાને ઐતિહાસિક અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને ભારતનો તેના પર ગેરકાયદેસર કબજો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન છે.” અત્યારે પાકિસ્તાનની હાલત એવી છે કે, ત્યાંના લોકો પાસે લોટ લેવાના પણ પૈસા નથી. આ સાથે આખો દેશ ભારે મોંઘવારી અને દેવામાં ગરકાવ થઈ રહ્યો છે. છતાં પણ ભારતના કેટલાક વિસ્તારો પર તેની નજર રહેલી છે.
જુનાગઢ બાબતે પાકિસ્તાને ત્યાં સુધી દાવો કર્યો કે, 1948માં અમે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દીધું હતું. આ સાથે મુમતાઝે કહ્યું કે, જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે અને ભારતે તેના પર ગેરકાયદેસ કર કબ્જો કરીને આંતરરાષ્ટ્રીય નિયમો અને કાયદાનો ભંગ કર્યો છે. એટલું જ નહીં પરંતુ મુમતાઝે તો ત્યાં સુધી કહ્યું કે, પાકિસ્તાને હંમેશા જૂનાગઢ બાબતે દાવો કરતું આવ્યું છે. મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે અમે આ મામલે શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છીએ છીએ.