ગૃહ મંત્રી સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (સીએફએમસી) દેશને સમર્પિત કરશે અને સમાધાન પ્લેટફોર્મ (જોઇન્ટ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફેસિલિટેશન ફેસિલિટેશન સિસ્ટમ)નો શુભારંભ કરશે. અમિત શાહ ‘સાયબર કમાન્ડો’ પ્રોગ્રામ અને શંકાસ્પદ રજિસ્ટ્રીનું ઉદઘાટન પણ કરશે. નવી દિલ્હીમાં આઇ4સીના પ્રથમ સ્થાપના દિવસની ઉજવણીને સંબોધન કરશે અને સાયબર ક્રાઇમને રોકવા માટેની મુખ્ય પહેલોનો પ્રારંભ કરશે.
ગૃહ મંત્રી સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (સીએફએમસી) દેશને સમર્પિત કરશે. સીએફએમસીની સ્થાપના નવી દિલ્હીમાં ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (14સી) ખાતે કરવામાં આવી છે, જેમાં મોટી બેંકો, ફાઇનાન્સિયલ ઇન્ટરમિડિયરીઝ, પેમેન્ટ એગ્રિગેટર્સ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ, આઇટી ઇન્ટરમિડિયરીઝ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા અમલીકરણ એજન્સીઓ (એલઇએ)ના પ્રતિનિધિઓ સામેલ છે. તેઓ ઓનલાઇન નાણાકીય ગુનાઓનો સામનો કરવા માટે તાત્કાલિક કાર્યવાહી અને એકીકૃત સહકાર માટે સાથે મળીને કામ કરશે. સીએફએમસી કાયદાના અમલીકરણમાં “સહકારી સંઘવાદ”ના ઉદાહરણ તરીકે કામ કરશે.
અમિત શાહ શંકાસ્પદ રજિસ્ટ્રીનું પણ ઉદઘાટન કરશે. આ પહેલના ભાગરૂપે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (એનસીઆરપી) પર આધારિત વિવિધ ઓળખકર્તાઓની એક શંકાસ્પદ રજિસ્ટ્રી બનાવવામાં આવી રહી છે, જે નાણાકીય ઇકોસિસ્ટમની છેતરપિંડીના જોખમ વ્યવસ્થાપનની ક્ષમતાઓને મજબૂત કરવા માટે બેંકો અને નાણાકીય મધ્યસ્થીઓ સાથે જોડાણમાં છે.