Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર 2024ના રોજ ગાંધીનગર ખાતે 4થા વૈશ્વિક રિ-ઇન્વેસ્ટનું કરશે ઉદ્ઘાટન

નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા 16-18 સપ્ટેમ્બર 2024 દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્સ્પો

dharmendravaghela by dharmendravaghela
2024-09-10 11:18:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, “નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (એમએનઆરઇ) 16 થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાતમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ 2024)નું આયોજન કરી રહ્યું છે.” કેન્દ્રીય મંત્રીએ ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા માહિતી આપી હતી કે, ભારતનાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરનાં રોજ ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્ઝિબિશનનું ઉદઘાટન કરશે.
તેમણે એવી માહિતી પણ આપી હતી કે, આ સંમેલન અને વિવરણનાં સમાપન સત્રની અધ્યક્ષતા ભારતનાં માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનકર કરશે. રિ-ઇન્વેસ્ટ 2024નો ઉદ્દેશ ઉત્પાદન અને વિકાસ સહિત પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ક્ષેત્રમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિને પ્રદર્શિત કરવાનો છે. ભારત આગામી પેઢી માટે હરિયાળા ટકાઉ ભવિષ્યના નિર્માણના મહત્વને ઓળખે છે અને તેના મૂળમાં મિશન 500 ગીગાવોટ આવેલું છે, જે 2030 સુધીમાં ભારતના વીજ ઉત્પાદનમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના હિસ્સાના નોંધપાત્ર હિસ્સાની કલ્પના કરે છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી હતી કે, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, જર્મની અને નોર્વે ચોથા રિ-ઇન્વેસ્ટ માટે ભાગીદાર દેશો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ આ કાર્યક્રમના ભાગીદાર રાજ્યો છે. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, જર્મની, નોર્વે, સિંગાપોર, હોંગકોંગ, યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઇ અને અન્ય ઘણા દેશોના પ્રતિનિધિમંડળોની અપેક્ષા છે. આ કાર્યક્રમમાં નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગો, નાણાકીય સંસ્થાઓ વગેરે સામેલ હશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, જર્મન અને ડેનિશ પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ તેમનાં મંત્રીઓ કરશે.

Tags: gujaratmodi visit.
Previous Post

સાયબર ક્રાઇમ અટકાવવા માટે મુખ્ય પહેલોનો શુભારંભ કરશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

Next Post

મેઘમહેરથી ગુજરાતમાં વિક્રમી વીજ ઉત્પાદન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મેઘમહેરથી ગુજરાતમાં વિક્રમી વીજ ઉત્પાદન

મેઘમહેરથી ગુજરાતમાં વિક્રમી વીજ ઉત્પાદન

સુરતની ઘટના બાદ વડોદરા પોલીસ એલર્ટ : ફૂટ પેટ્રોલિંગ સાથે ધાબાં પર ચેકિંગ

સુરતની ઘટના બાદ વડોદરા પોલીસ એલર્ટ : ફૂટ પેટ્રોલિંગ સાથે ધાબાં પર ચેકિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.